આ તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની સૌથી સરળ અને સૌથી સુરક્ષિત રીત છે
પાસકી એ પાસવર્ડનો વધુ સરળ અને વધુ સુરક્ષિત વિકલ્પ છે. તે તમને ફક્ત તમારી ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કૅન અથવા સ્ક્રીન લૉક વડે સાઇન ઇન કરવા દે છે.
-
સરળ
પાસકી અનુકૂળ અને સરળ અનુભવ ઑફર કરે છે, જે તમારા Google એકાઉન્ટમાં સાઇન-ઇન કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટ, ચહેરો, પિન અથવા પૅટર્ન જેવા તમારા ડિવાઇસના લૉકનો ઉપયોગ કરે છે.
-
સુરક્ષિત
પાસકી સૌથી સશક્ત સુરક્ષા પ્રદાન કરે છે. પાસકીનું ક્યારેય અનુમાન લગાવી શકાતું નથી અથવા તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, જે તમારી ખાનગી માહિતીને અટૅક કરનારા લોકોથી સુરક્ષિત રાખવામાં સહાય કરે છે.
-
ખાનગી
ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કૅન જેવો તમારો બાયોમેટ્રિક ડેટા તમારા વ્યક્તિગત ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવે છે અને તે ક્યારેય Google સાથે શેર કરવામાં આવતો નથી.
સાવ સરળ
તમારા Google એકાઉન્ટમાં સાઇન-ઇન કરો, તમારા ડિવાઇસ વડે તમારી પાસકીનું સેટઅપ કરો અને તમે પૂરી રીતે તૈયાર છો!